બાપલીયા…હવે તો પાન-માવાના ધંધા શરૂ કરવાની મંજૂરી આપો, કલેકટરને રજુઆત

- text


 

શહેરના રિટેલઇલર પાન-માવાના નાના ધંધાર્થીઓએ કલેકટર આવેદનપત્ર આપ્યું

મોરબી : ગ્રીન ઝોન મોરબી જિલ્લામાં લોકડાઉન -3 માં પણ પાન,માવા ,ગુટખા,સિગારેટ ,બીડી સહિતની ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ યથાવત રહ્યો છે.તેથી સતત બે માસથી લોકડાઉનના કારણે પાન-માવાના ધંધા બંધ રહેતા નાના ધંધાર્થીઓ આર્થિક રીતે ભીંસમાં મુકાય ગયા છે આથી મોરબીમાં પાન-માવાની દુકાનો ,ગલ્લા ધરાવતા નાના ધંધાર્થીઓએ આજે કલેકટરને આવેદન આપીને શરતોને આધીન તેમને પાન-માવાનો ધંધો શરૂ કરવાની મંજૂરી આપવાની માંગ કરી છે.

- text

મોરબીમાં પાન-માવાની દુકાનો ,ગલ્લા ધરાવતા નાના ધંધાર્થીઓએ આજે કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, કોરોના મુક્ત થતા મોરબી જિલ્લાનો હવે ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે.આથી સરકારે ગ્રીન ઝોનમાં આર્થિક પ્રવૃતિઓ વેગવંતી બને તે માટે નાના ધંધાઓ અને ઉધોગોને છૂટ આપી છે જેમાં લોકડાઉનની સરકારની ગાઈડલાઈનનું પાલન સાથે આવા અનેક ધંધાઓ અને ઉધોગોને ચાલુ કરવાની મંજૂરી આપી છે.પરંતુ પાન, માવા , ગુટખા, સિગારેટ , બીડી સહિતની ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ યથાવત રહ્યો છે.લોકડાઉનને કારણે છેલ્લા બે માસથી પાન-માવાના ધંધા બંધ હોય નાના ધંધાર્થીઓ આર્થિક રીતે મુશ્કેલીઓમાં મુકાય ગયા છે.પાન-માવાના નાના ગલ્લા અને દુકાનો ધરાવતા અનેક નાના ધંધાર્થીઓની આજીવિકા બે માસથી બંધ હોવાથી તેમને ઘરનું ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલી પડે છે.જોકે ગ્રીન ઝોનમાં અન્ય અનેક નાના ધંધાને શરતોને આધીન મંજૂરી મળી છે તેવી જ રીતે પાન-માવાના ગલ્લા અને દુકાનોને લોકડાઉનની શરતોને આધીન ચાલુ કરવાની મંજૂરી આપવા જણાવ્યું છે. લોકડાઉન અંગેના તમામ નિયમો અને સરકારની ગાઈડ લાઈનની ચુસ્તપણે પાલન કરવાની બાંહેધરી આપીને પાન-માવાનો ધંધો શરૂ કરવાની મંજૂરી આપવા કલેકટર સમક્ષ માંગ કરી છે.

- text