સીરામીક સિવાયના ઉદ્યોગો અને છૂટક કામ કરતા મજૂરોને વતન મોકલવા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

- text


શ્રમિકો માટે વાહન કે ટ્રેનની વ્યવસ્થા કરાવી અપાશે, ખર્ચ શ્રમિકોએ ભોગવવાનો રહેશે : સ્વૈચ્છિક સંસ્થાઓ ડેટા તૈયાર કરવામાં થશે મદદરૂપ

મોરબી : મોરબી શહેર અને તાલુકામાં રહેતા સીરામીક સિવાયના અન્ય રાજ્યોના મજૂરો પાસે વાહન વ્યવસ્થા ના હોય અને તેમના વતન તેઓ ટ્રેન કે અન્ય વાહનમાં પોતાના ખર્ચે જવા માંગતા હોય તેવા મજૂરો માટે સરળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં તેઓએ માત્ર ગુગલ ફોર્મની લિંક પર ક્લિક કરી પોતાની વિગત ભરી શકશે.

https://forms.gle/xgGxfc7U7pF6Kq9h7

આ ફોર્મ ઓનલાઇન ન ભરી શકે તેવા મજૂરોના સમુહોએ તેમની વિગતો એકઠી કરી તંત્રને પોહચાડવા માટે મોરબીની સ્વૈચ્છિક સંસ્થાઓના હેલ્પલાઇન નંબર પર ફોન કરવો..સંસ્થાના કાર્યકરો મજૂરો પાસેથી તેમની વિગત લઈ જશે.

સ્વૈચ્છીક સંસ્થાના હેલ્પલાઇન નંબર (સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી)

(1) 9054282342
(2) 9054282407
(3) 9054282409
(4) 9054282506
(5) 9054282507
(6) 7096402712
(7) 9104611061

- text

જે તે રાજ્યના જીલ્લાના શ્રમિકોના સમૂહોએ પોતાના ખર્ચે ટ્રેઈન કે અન્ય વાહનમાં પોતાના વતનમાં જવા માટે નીચે મુજબની વિગત તૈયાર કરી હેલ્પલાઇનમાં ફોન કરવાનો રહેશે.(1)પૂરું નામ (આધાર કાર્ડ/ઇલેક્શન કાર્ડ મુજબ (2)ઉંમર (3) મેલ/ફિમેલ (4)હાલમાં ક્યાં છો ?(5) વતનમાં ક્યાં જવાનું છે ? (જિલ્લો/રાજ્ય) (6) આધાર કાર્ડ / ઇલેક્શન કાર્ડ નંબર (7) મોબાઈલ નંબર. ઉપર મુજબની વિગત તૈયાર કરીને પછી જ હેલ્પલાઇન નંબર પર ફોન કરવો.

સ્વૈચ્છિક સંસ્થાઓ વાહનની વ્યવસ્થા ન હોય તેવા મજૂરોની વિગત એકઠી કરી તંત્ર સાથે સંકલન કરી ટ્રેઈન કે વાહનની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરશે. અને મજૂરોની વિગતના આ આધારે વાહનની વ્યવસ્થા થયા બાદ જે તે રાજ્ય માટે નિયત થયેલ મુસાફરીનો ખર્ચ જે તે મજૂરોએ પોતે ભોગવવાનો રેહશે.

- text