મોરબીની સરકારી કચેરીઓના કર્મચારીઓને હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું

- text


 

મોરબી : મોરબીની સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓમાં હાલ કોરોનાને લઈને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુષ મંત્રાલય અને જિલ્લા આર્યુવેદીક વિભાગ દ્વારા સરકારી કચેરીના કર્મચારીઓને હોમિયોપેથીક દવાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો હતો.

- text

મોરબીમાં આયુષ મંત્રાલય અને જિલ્લા આર્યુવેદીક વિભાગ દ્વારા મોરબી નગરપાલિકા કચેરી , કલેકટર કચેરી ,મોરબી જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓમાં કોરોનાના સંકટ વચ્ચે પણ ફરજ બજાવતા કર્મચારીઓની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે તેઓને હોમીઓપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કચેરીઓમાં કર્મચારીઓને મોટી સંખ્યામાં અત્યાર સુધીમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.જ્યારે મોરબી નગરપાલિકા કચેરીમાં પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સાહિતનાએ નગરપાલિકાના કર્મચારીઓને હોમિયોપેથીક દવાનું વિતરણ કર્યું હતું.

- text