મોરબીમાં આવતીકાલે વધુ બે ટ્રેનો ઉપડશે : 2 હજારથી વધુ શ્રમિકો પહોંચશે ઉત્તરપ્રદેશ

- text


 

એક ટ્રેન કાનપુર અને બીજી ટ્રેન વારાણસી જવા રવાના થશે

મોરબી : મોરબી જિલ્લામાં વસતા શ્રમિકોને વતન પહોંચાડવા માટે ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.જેમાં આજે સવારે મોરબીથી એક ટ્રેન 1200 શ્રમિકોને લઇને ઝારખંડ રવાના થઈ હતી.ત્યારે આવતીકાલે વધુ બે ટ્રેન દોડાવવામાં આવશે.જેમાં મોરબીથી શ્રમિકોને લઈને આવતીકાલે બે ટ્રેન ઉત્તર પ્રદેશ જવા રવાના થશે.

- text

મોરબી જિલ્લામાં રોજીરોટી મેળવતા બહાર રાજ્યોના શ્રમિકોને વતન પહોંચાડવા માટે ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયા બાદ આજે એક ટ્રેન શ્રમિકોને લઈને ઝારખંડ રવાના થઈ હતી.તેવી રીતે આવતીકાલે મોરબીથી બે ટ્રેન શ્રમિકોને લઈને ઉત્તર પ્રદેશ જવા રવાના થશે.જેમાં એક ટ્રેન કાનપુર અને બીજી ટ્રેન વારાણસી જશે.મોરબીથી વારણસી જવા ટ્રેન સવારે 8 વાગ્યે ઉપડશે અને મોરબીથી કાનપુર જવા બીજી ટ્રેન બપોરે બે વાગ્યે ઉપડશે.આ બન્ને ટ્રેનમાં સિરામિક કારખાનાઓમાં કામ કરતા અને જેઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેવા 1200 -1200 શ્રમિકો તેમના વતન જવા રવાના થશે.ત્યારે આ માટે સોશ્યલ ડિસ્ટન્સ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આવતીકાલે બે ટ્રેન અને પરમ દિવસે ત્રણ ટ્રેન શ્રમિકોને વતન પહોંચાડવા રવાના થાય તેવી શકયતા છે.આગામી દિવસોમાં આ રીતે 9 ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે.આગામી 17 મી સુધી ટ્રેનો દોડશે. આ રીતે મોરબી રહેતા શ્રમિકોને ટ્રેન મારફત તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text