મોરબી : બી ડિવિઝન પોલીસે ઠંડા પીણાની દુકાન બંધ કરાવતા વેપારીઓમાં કચવાટ, કલેકટરને રાવ

- text


 

જાહેરનામા મુજબ જ દુકાન ખોલવામાં આવી હોવા છતાં દુકાન બંધ કરાવતા રોષ

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ઠંડા પીણાની દુકાન બંધ કરવાતી હોવાથી વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો છે. વેપારીઓએ જાહેરનામા મુજબ દુકાન ખુલ્લી રાખી હોવા છતાં આ દુકાન બંધ કરાવવામાં આવતા આ મામલે કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાં મુજબ ઠંડા પીણાની દુકાનો ખોલવાની છૂટ મળી છે. જેથી મહેન્દ્રનગર ચોકડી નજીક રામધન આશ્રમ પાસે સુપર માર્કેટ કોમ્પલેક્ષમાં આવેલ ભવાની સોડા નામની દુકાન ખોલવામાં આવી હતી. પરંતુ બી ડિવિઝન પોલીસે આ દુકાન બંધ કરાવતા દુકાન સંચાલક દ્વારા જિલ્લા કલેકટરને રાવ કરવામાં આવી છે.

જેમાં જણાવાયુ છે કે દુકાનમાં તંત્રની ગાઈડલાઈન પ્રમાણે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. છતાં પોલીસ દ્વારા દુકાન બંધ કરવામાં આવી હતી. માટે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text