તરઘરી-નાનભેલા રોડનું બંધ પડેલ કામ તાકીદે ચાલુ કરવા માંગ

- text


મોરબી : ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા તરઘરી-નાનભેલા રોડનું બંધ પડેલ કામ તાકીદે ચાલુ કરવાની માંગણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવેલ છે.

- text

આ રજુઆતમાં જણાવેલ છે કે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપીને તરઘરી-નાનાભેલા રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી. પરંતુ લોકડાઉનના કારણે આ કામગીરી હાલમાં બંધ છે. આ તરઘરી-નાનાભેલા રોડ ઉપર બંને ગામના ખેડૂતોની આશરે ૨૦૦૦ હેકટર જેટલી જમીન આવેલ છે. જેને માટે ચાલવાનો આ એક જ રસ્તો છે. તે ઉપરાંત, પાણીનું વહેણ પણ આ રસ્તા દ્વારા જ ચાલતું હતું. જેનું કામ થોડું થયેલ છે. જો આ કામ પૂરું નહિ થાય તો આ ૨૦૦૦ હેકટર જમીનમાં વાવેતર થઈ શકશે નહિ અને આ જમીન પડતર રહેશે. જેથી, આ સૂકી ખેતીવાળા ખેડૂતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત, પાણીનું વહેણ જે આ રસ્તે આવતું હતું. તે હાલમાં બંધ થયેલ છે. જો બાજુની ગટરનું આ કામ પૂરું થાય તો જ આ પાણીનું વહેણ થઇ શકશે. જો ગટર નહિ બને તો આ પાણી ખેતરોમાં જશે અને જમીનનું ધોવાણ થશે. જેથી, ખેડૂતને નુકશાન થશે. આ બાબતે બંને ગામ તરઘરી તેમજ નાના ભેલાના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારે આ કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને ચોમાસા પહેલા પૂરું કરવામાં આવે. જેથી, ખેડૂતો થનાર નુકશાનથી બચી શકે. તો આ બાબતે તાત્કાલિક લગત વિભાગને યોગ્ય આદેશો આપીને કામ ચાલુ કરાવવા અપીલ કરવામાં આવેલ છે.

- text