કોરોનાને કારણે સબસીડાઇઝ્ડ રાસાયણિક ખાતરની ખરીદી માટે બાયોમેટ્રિકથી મોરબીના ખેડૂતોને મુક્તિ

- text


મોરબી : રાસાયણિક ખાતરોના વિતરણની પદ્ધતિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔદ્યોગિક વપરાશ પર અંકુશ, ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોનો ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઈન માહિતી તથા ખેડુતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા હેતુસર ભારત સરકારશ્રી દ્વારા સબસીડાઇઝ્ડ રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ. (પોઈન્ટ ઓફ સેલ) મશીન મારફતે કરવાનું નક્કી કરેલ છે.

આ પદ્ધતિમાં ખેડૂતોના આધાર નંબર અને પી.ઓ.એસ.મશીન મારફત ફરજીયાતપણે આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન કરી ખાતર વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં ઉદભવેલ COVID-19ની સ્થિતિને ધ્યાને લઈ સાવચેતીના પગલારૂપે પી.ઓ.એસ. મશીન મારફત કરવામાં આવતું આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન મરજીયાત કરવામાં આવેલ છે.

- text

આથી, જે ખેડુત ખાતર ખરીદી સમયે આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન કરવા માંગતા ન હોઈ, તેઓએ પોતાનું આધારકાર્ડ અને કિસાન ક્રેડીટ કાર્ડ/મતદાન ઓળખ કાર્ડ સાથે ફરજીયાત લઈ જવાનું રહેશે અને તેના દ્વારા આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન વગર ખાતર ખરીદી કરી શકશે. ખાતર વિતરણ સમયે માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેનીટેશન વિગેરેનો ઉપયોગ ફરજિયાતપણે થાય અને સોશિયલ ડીસ્ટન્સ જળવાય તેમજ COVID-19 બાબતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતોવખતની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

ખાતર વિક્રેતાઓને સૂચિત પદ્ધતિથી ખાતર વેચાણ અંગે કોઈ મુશ્કેલી હોય તો સંબંધીત ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી/ખાતર ઉત્પાદક કંપનીઓના પ્રતીનીધી/ મુખ્ય ખાતર વિતરક સંસ્થાના પ્રતીનીધીના સંપર્ક કરવા શૈલેશકુમાર એ. શીનોજીયા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમા જણાવવામા આવેલ છે.

- text