મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ www.digitalgujarat.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે

- text


અરજીમાં તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ખાસ મેડિકલ પ્રમાણપત્ર અધર ડોક્યુમેન્ટના ઓપશન પર અપલોડ કરવું ફરજીયાત

મોરબી : મોરબી જિલ્લામાંથી શ્રમિકો તથા અન્ય લોકોએ પોતાના વતન જવા માટે શું પ્રક્રિયા કરવાની રહેશે તેની કલેકટર તંત્ર દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ વતન જવા ઇચ્છુકોએ મેડિકલ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.બાદમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જાહેર કર્યા મુજબ સરકારની ગાઈડલાઈન પ્રમાણે અન્ય રાજ્યમાં જવા ઇચ્છુંક શ્રમિકો કે અન્ય વ્યક્તિઓએ www.digitalgujarat.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. આ વેબસાઈટ ઉપર સીટીઝન સર્વિસના ઓપ્સનમાં જઈને COVID-19 lockdown exemption pass for movement out of gujarat નામના ઓપ્સનમાં સમગ્ર માહિતી સાથે અરજી કરવાની રહેશે. જેમાં other document નામના ઓપ્સનમાં મેડિકલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે.

- text

મોરબી જિલ્લામાંથી અન્ય રાજ્યમાં જવા ઇચ્છુક વ્યક્તિઓને ફરજિયાત મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ ઓનલાઇન અરજી કરવા અને ઓનલાઇન અરજી કરતી વખતે ઉપર જણાવ્યા મુજબ other document નામના ઓપ્સનમાં મેડિકલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. મેડિકલ સર્ટિફિકેટ માટે આરોગ્ય વિભાગ દ્વારા મોરબી જિલ્લા હેડ ક્વાર્ટર, તમામ તાલુકા કેન્દ્રો ઉપર પીએચસી – સીએચસી નિયત કરવામાં આવ્યા છે.આ સેન્ટરો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ અને સુપરવિઝન હેઠળ કાર્યરત છે.

- text