મોરબી : છ અને દસ વર્ષના બાળકોએ રમઝાન માસનું પ્રથમ રોજુ પૂર્ણ કર્યું

- text


મોરબી : મુસ્લિમ સમાજનો હાલ પવિત્ર રમઝાન માસ ચાલે છે. જેમા મુસ્લિમ બિરાદરો આ આખા મહિનામાં પવિત્ર રોજા રહે છે. જેમા રમજાન માસનુ પહેલુ રોજુ મોરબીના રવાપર રોડ પર કાલિકા પ્લોટ-5 ખાતે રહેતા આબીદ ઇબ્રાહિમભાઈ દલવાનીના 6 વર્ષના પુત્ર આરીઝે પૂરું કર્યું છે. તેમજ મોરબીના ખારી-ત્રાજપરમાં રહેતા 10 વર્ષના ઈશાન એઝાઝભાઈ મોટલાની એ પણ પહેલું રોજુ પૂરું કરી અલ્લાહની બંદગી કરી હતી.

- text