‘Morbi Update’ના FB પેઈજ પર આજે સાંજે 6 કલાકે ગીતાબેન રબારીની લાઈવ મુલાકાત

- text


મોરબી : કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ મોરબીવાસીઓ ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘરે બેઠા મોરબીવાસીઓ સુધી શહેરના પળેપળના સમાચાર ‘મોરબી અપડેટ’ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને મનોરંજન મળે તે માટે કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે.

ત્યારે ‘મોરબી અપડેટ’ પોતાના સુમધુર કંઠથી ગીતોની રમઝટ બોલાવી પ્રેષકોને મંત્રમુગ્ધ કરતા જાણીતા ગાયક કલાકાર ગીતાબેન રબારીનો આજે ખાસ શો લઈને આવ્યું છે. જે ‘મોરબી અપડેટ’ના ફેસબૂક પેઈજ પર આજે તા. 30ના રોજ સાંજે 6 કલાકે લાઈવ નિહાળી શકાશે. તો આજે સાંજે ‘મોરબી અપડેટ’ના ફેસબૂક પેઈજ ઉપર આ લાઈવ ઇન્ટ્રેકશન નિહાળવાનું ભૂલશો નહિ.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text