મોરબીની મુખ્ય ગણાતી એવી 8 બજારોમાં દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની દરખાસ્તના પગલે શહેરની જે મુખ્ય બજારોમાં ભીડ રહેવાની સંભાવના છે. ત્યાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે 8 બજારોમાં દુકાનો ખોલવા ઉપર કલેકટર દ્વારા પ્રતિબંધ મૂકાયો છે.

- text

હાલ કોરોનાની મહામારી વચ્ચે સરકારે આજથી દુકાનો ખોલવાની છૂટછાટ જાહેર કરી છે. આ દરમિયાન આજે એસપી ડો. કરનરાજ વાઘેલાએ જ્યાં ભીડ એકત્ર થવાની સંભાવના હોય તેવી બજારોમાં દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ જાહેર કરવાની દરખાસ્ત કરી હતી. જેના આધારે જિલ્લા કલેકટર દ્વારા માર્કેટ ચોક વિસ્તારમાં આવેલ નગરદરવાજા ચોક, ગાંધીચોકથી નગર દરવાજા વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ ચોક, દરબારગઢ રોડ પર આવેલ સોની બજાર, ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ પરાબજાર, નગરદરવાજા ચોકથી જુના બસસ્ટેન્ડ લાતી ચોકી સુધીના વિસ્તારમાં આવેલ સરદાર રોડ, લોહાણા પરા શેરી નંબર 1,2,3, જુના મહાજન ચોક સુધીના વિસ્તારમાં આવેલ તખ્તસિંહજી રોડ તેમજ મહેન્દ્રપર મેઈન રોડ ઉપર આવેલ નવયુગ શોરૂમથી સુપર ટોકીઝ રોડમાં દુકાન ખોલવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

- text