મોરબીના અશોકભાઈ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા : સ્થાનિકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા

- text


 સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો : તકેદારીના ભાગરૂપે અશોકભાઈના પરિવારને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન કરાયો

મોરબી : મોરબીના કોરોનાગ્રસ્ત અશોકભાઈ આજે કોરોનાને હરાવીને પોતાના ઘરે પહોંચ્યા હતા. આ વેળાએ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. તેઓના ઘર પ્રવેશ વખતે સ્થાનિકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા અશોકભાઈ સિદ્ધપરા રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. તેઓના સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા તેઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી આજે તેઓ કોરોનાને હરાવીને સાંજના અરસામાં ઘરે પરત ફર્યા હતા. આ વેળાએ સિટી મામલતદાર રૂપાપરા, આરોગ્ય વિભાગના અધિકારીઓ, પોલીસ તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું.

- text

અશોકભાઈ સિદ્ધપરાને ઉમા ટાઉનશીપના રહીશોએ તાળીઓના ગળગળાટથી વધાવ્યા હતા. અશોકભાઈ સાજા થતા તેઓના આડોશ- પડોશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વધુમાં તકેદારીના ભાગરૂપે તેઓ અને તેમની પત્નીને તા.9 મે સુધી હોમક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

- text