વાંકાનેર કોઠી ગામના યુવાનને કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો

- text


 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામના યુવાનને શરદી તાવ માથું દુખવાના લક્ષણો જણાતાં અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરતની હોવાથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ યુવાનની માહિતી મળતાં જ વાંકાનેરના આરોગ્ય વિભાગનો સ્ટાફ કોઠી દોડી ગયો હતો અને યુવાનને તપાસીને તેમને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો. તેમના સેમ્પલ લઇને રાજકોટ મોકલવાની કામગીરી હાથ ધરી છે, જેમનો કાલ સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે.

- text

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોઠીની આ વ્યક્તિ અને તેની સાથે સમઢીયાળા ગામની એક વ્યક્તિ વાંકાનેર થી ઘઉં ભરીને સુરત ગયા હતા, જ્યારે પરત ફર્યા ત્યારે કોઠીના વ્યક્તિમાં તાવ શરદી અને માથું દુખવાના લક્ષણો જણાતાં તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. જ્યારે સમઢીયાળાની વ્યક્તિમાં કોઈ લક્ષણ ન જણાતાં આગમચેતીના ભાગરૂપે તેમને હોમ કોરોનટાઇન કરવામાં આવેલ છે.

- text