મોરબીથી અમદાવાદનો બોગસ ઇમરજન્સી પાસ ઇસ્યુ કરી ટ્રાવેલિંગ કરતા ત્રણ ઝડપાયા

- text


 

પોલીસે ગુનો નોંધી તપાસ આદરી : લોકડાઉનની સ્થિતિમાં પ્રવાસ કરવા માટે અજમાવેલા ગુનાહિત કૃત્યથી તંત્ર પણ દંગ રહી ગયું

ટંકારા : મોરબીથી અમદાવાદનો ઈમરજન્સી પાસ ઇસ્યુ કરીને ટ્રાવેલિંગ કરતા ત્રણ શખ્સો ઝડપાયા છે. આ ત્રણેય શખ્સો સામે નાયબ મામલતદારની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના અર્જુન સવજીભાઈ સીતાપરાએ કલેકટરની સહી સિક્કા વાળા દસ્તાવેજોના આધારે મોરબીથી અમદાવાદનો બોગસ ઇમરજન્સી પાસ ઇસ્યુ કર્યો હતો. આ પાસના આધારે તેઓની સાથે પ્રયાગ શાંતિલાલ અદ્રોજા, મિહિર રમેશભાઈ રૈયાણી પણ જોડાયા હતા. અને આ તમામ લોકો  અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તંત્રએ તેઓને ઝડપી પાડી પોલીસને સોંપ્યા છે. આ બોગસ પાસ મોરબી મામલતદારના નામથી ઇસ્યુ થયો હોય મોરબી નાયબ મામલતદાર શરદકુમાર જેરામભાઈ ઠુમમરે આ મામલે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text