CCTV સર્વેલન્સ દ્વારા મોરબીમાંથી લોકડાઉનનો ભંગ કરતા લોકો તથા રિક્ષાચાલક ઝડપાયા

- text


મોરબી : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અને ભારતમાં પણ મોટી સંખ્યામાં કેસો નોંધાયેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત વાયરસ ઝડપી સંક્રમણ અટકાવવા અને લોકોની બીનજરૂરી અવર-જવર અટકાવી લોકોને સંક્રમીત થતા અટકાવવી લોકોની જીંદગી બચાવવા દેશભરમાં લોકડાઉન જાહેર કરેલ છે.

જે અનુસંધાને મોરબી શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મોરબી સેફર સીટી પ્રોજેક્ટ તથા VISWAS પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાઓ દ્વારા સમગ્ર મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ANPR કેમેરા, FIX કેમેરા તેમજ PTZ કેમેરાઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત મોનીટરીંગ કરવામાં આવે છે. અને લોકડાઉન દરમ્યાન બિનજરૂરી અવર-જવર કરતા લોકો, વાહન ચાલકો ઉપર સતત નજર રાખવામાં આવે છે.

- text

દરમ્યાન ગઈકાલે મોરબી મકરાણીવાસ ખાતે અમુક લોકો ભેગા થઇ જાહેરનામાનો ભંગ કરતા VISWAS પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ સી.સી.ટી.વી. કમાંડ એન્ડ કંટ્રોલરૂમના કેમેરામાં કેદ થઇ ગયેલ હતા. જેથી, તુરત જ તે જગ્યાએ જઇ ઉપરોક્ત ઇસમોને જડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ તથા મોરબી સેફર સીટી પ્રોજેક્ટ સી.સી.ટી.વી. કમાંડ એન્ડ કંટ્રોલ રૂમમાં મોરબી શહેરમાં બીન જરૂરી અવર-જવર કરતા વાહન ચાલકોનું સઘન મોનીટરીંગ કરતા એક રીક્ષા ચાલક પોતાની રીક્ષામાં પેસેન્જરો બેસાડી અવાર-નવાર અવર-જવર કરી લોકડાઉનના દિશાનિર્દેશોનું ઉલંધન કરતો સી.સી.ટી.વી. કેમેરામાં અલગ-અલગ સ્થળોએ ટ્રેસ થઇ જતા તેના સી.સી.ટી.વી. કેમેરા દ્વારા રીક્ષાના નંબર મેળવી છે. ઈ-ગુજકોપ ડેટાબેઝ દ્વારા ઉપરોક્ત વાહન માલીકનું સરનામું મેળવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text