મોરબીમાં 108ની ટીમે સર્ગભાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

- text


મોરબી : મોરબી લોકડાઉન વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સતત ખડેપગે રહી છે. ખાસ કરીને 108નો સ્ટાફ સર્ગભા મહિલાઓને જે તે સ્થળે જ સફળતાપૂર્વક પ્રસુતિ કરવાની પ્રશંસનીય કામગિરી કરી રહ્યો છે. જેમાં મોરબીના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહેતી એક આદિવાસી મહિલા સર્ગભા હોવાથી તેણીને આજે વહેલી સવારના પાંચ વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી.

- text

આ બનાવની જાણ થતાં 108 ટીમના ઇએમટી નિતેશ ભીમણી અને પાયલોટ રવિરાજસિંહ સહિતનો સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તે સમયે પ્રસૂતાની હાલત નાજુક હોવાથી 108ની ટીમે ત્વરિત નિર્ણય લઈને સ્થળ ઉપર સર્ગભા મહિલાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી. 108 ની ઉમદા કામગીરીથી પ્રસૂતા રેખાબેન અને તેના નવજાત બાળક એકદમ સ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 108 સ્ટાફ લોકડાઉન વચ્ચે પણ પ્રશંસનીય કામગરી કરીને અંતરળીયાળ વિસ્તારના જરૂરિયાત મંદો માટે આ 108 જીવન રક્ષક બની ગઈ છે.

- text