હળવદ તાલુકામાં સરકારી કર્મચારીઓ વિનામૂલ્યે રાશન વિતરણનો લાભ લેશે તો થશે કાર્યવાહી

- text


એપીએલ-1 કાર્ડધારકોને વિનામૂલ્યે રાશન વિતરણ સંદર્ભે આસિસ્ટન્ટ કલેકટર એ જાહેર કર્યો પરિપત્ર

હળવદ : હળવદ તાલુકાના સરકારી કર્મચારીઓને વિનામૂલ્યે રાશન વિતરણનો લાભ ન લેવા આસિસ્ટન્ટ કલેકટરે તાકીદ કરી છે. આ માટે તેઓએ એક પરિપત્ર જાહેર કરીને તેનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીનો પણ આદેશ આપ્યો છે.

- text

લોકડાઉનના પગલે આવતીકાલે સોમવારથી એપીએલ-1 કાર્ડધારકોને વિનામૂલ્યે રાશન વિતરણ કરવામાં આવનાર છે. જેને લઈને હળવદ તાલુકામાં આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંહ એ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તેઓએ સુખી સંપન્ન લોકોને પોતાનો હક્ક જતો કરવા અનુરોધ કર્યો છે. સાથોસાથ તાલુકામાં કોઈ પણ સરકારી કર્મચારીઓને આ વિનામૂલ્યે રાશન વિતરણનો લાભ ન લેવા તાકીદ કરી છે. વધુમાં તેઓએ પરિપત્રમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં રેકોર્ડ ચેક કરવામાં આવશે. જેથી જો કોઈ સરકારી કર્મચારીઓએ રાશન વિતરણનો લાભ લીધો હશે તો તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવું છે.

- text