મોરબી : ભંગારના ડેલા અને ઝુંપડામાં આગ લાગી

- text


વીજ તંત્ર અને જીએસપીસીના કર્મચારીઓ વચ્ચે ફાયર બ્રિગ્રેડના પૈસા ભરવા બાબતે રકઝક થયા બાદ ઉધોગપતિએ ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને આગને કાબુમાં લીધી

મોરબી : મોરબી નજીક રંગપર બેલાને જોડતા પીપળી રોડ ઉપર આવેલ ભંગારના ડેલા અને ઝુંપડામાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગમાં ભંગારનો ડેલો અને ઝૂંપડું સળગી ગયું હતું .આગને પગલે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. સદભાગ્યે આ આગની ઘટનામાં જાનહાની થઈ નથી.

- text

રોજલેન્ડ મિનરલ્સ સામે આવેલા ભંગારના ડેલા અને ઝુંપડામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ થતાં ઉપરથી લાઈન નીકળતી હોવાથી વીજતંત્ર અને જીએસપીસીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ આ બન્ને વિભાગના કર્મચારીઓ અહીં આગ બુઝાવવા માટે ફાયર બીગ્રેડને બોલાવીએ તો તેનો ખર્ચ કોણ ભોગવશે તે અંગે રકઝક ચાલતી હતી. ત્યારે ઘટના સ્થળની નજીક આવેલ રોજલેમ મિનરલના માલિક રોહનભાઈ કુંડારિયા ત્યાં પહોંચ્યા હતા. તેમણે આ બન્ને વિભાગની માથાકૂટ જોઈને અંતે તેમણે આગને બુઝાવવાને પ્રથમ અગ્રતા આપીને તાત્કાલિક ફાયર બીગ્રેડને જાણ કરી હતી જેથી ફાયર બીગ્રેડે સ્થળ પર પહોચી આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. અને ઉદ્યોગપતિએ ફાયર બીગ્રેડને તેમનો ચાર્જ પણ ચૂકવી દીધો હતો.

- text