મોરબીના વાઘપરાના યુવક સહિતના 3ના રિપોર્ટ પણ નેગેટિવ આવતા રાહત

- text


 

વાઘપરાના 33 વર્ષના યુવાનમાં શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હતા : જયારે ઊંચી માંડલના 6 માસના અને ટંકારાની મહિલાના રાજકોટ લેવાયેલા રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા : અમદાવાદથી વાંકાનેર આવેલા સાત લોકોના સેમ્પલ હજુ નથી લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના એક પોઝિટિવ કેસની વચ્ચે ગઈ કાલે મોરબીના વાઘપરાના 33 વર્ષના યુવક સહિત રાજકોટ રહેલા બે પેન્ડિંગ સહિત 3ના રિપોર્ટ જાહેર થયા હતા. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

- text

મોરબીમાં શનિવારે વાઘપરામાં રહેતા 33 વર્ષના યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ જામનગર મોકલાયા હતા. જામનગર લેબ દ્વારા આજે જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ મોરબીના યુવકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જયારે રાજકોટથી જાહેર થયેલા રિપોર્ટ મુજબ ઊંચીમાંડલના 6 માસના બાળક અને ટંકારાની 40 વર્ષની મહિલાનો પણ નેગેટિવ આવ્યા છે. જે રાહતના સમાચાર છે. જ્યારે એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી વાંકાનેર આવેલા સાત લોકોના સેમ્પલ હજુ લેવાયા નથી. આ લોકોના સેમ્પલ આજે સાંજ સુધીમાં લઈ જામનગર મોકલાય તેવી શક્યતા છે.

- text