મોરબી : મચ્છુ -3 ડેમમાંથી હેઠવાસના ગામોમાં સિંચાઈ માટે પાણી છોડાશે

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા નાયબ મુખ્યમંત્રીને કરાયેલી રજુઆત સફળ નીવડી

મોરબી : મોરબીના મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા ગામોમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોય પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. આ રજુઆત સફળ નિવડતા મચ્છુ-3 ડેમમાંથી પાણી છોડવામાં આવનાર છે.

મોરબી તાલુકાના મચ્છુ-3 ડેમના હેઠવાસના ગામો સાદુળકા, રવાપર (નદી) ગૂંગણ, માનસર, નારણકા, મેઘપર તથા મચ્છુ નદીના કાંઠે આવેલા ગામોના ખેડૂતોના ઉભા પાકને સફળ બનાવવા એક છેલ્લા પાણની આવશ્યકતા હતી, ખેડૂતોએ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કરતા કાંતિભાઈ અમૃતિયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને સિંચાઈ વિભાગના સચિવ તેમજ ચીફ એન્જીનીયરનો સંપર્ક કરી મંજૂરી આપવા રજુઆત કરી હતી અને આ મંજૂરી મળી જવા પામેલ છે

- text

આ મંજૂરી મળી જતા ઉપરોક્ત ગામોના સિંચાઈ મેળવતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ખેડૂતોના લાભ માટે ગુજરાત સરકારે આ વૈશ્વિક મહામારીમાં પણ ખેડૂતો માટે છૂટછાટો આપી છે અને કાંતિભાઈની રજુઆત સફળ રહી છે ત્યારે કાંતિભાઈ મોરબી માળીયા વિધાનસભા વિસ્તારની જનતા માટે 24 x 7 સક્રિય હતા ,છે અને રહેશે એ ફરી એક વખત પુરવાર થયું છે. કાંતિભાઈ અમૃતિયાએ આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર માનેલ છે તેમ યાદીમાં જણાવાયું છે.

- text