વાંકાનેરમાં માવાના કાર્ટૂન લઈને નીકળેલા દુકાનદારની અટકાયત

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં લોકડાઉનને લઈને પાન માવાની દુકાનો બંધ છે અને પાન માવાના વેચાણ ઉપર પ્રતિબંધ છે ત્યારે વાંકાનેરમાં માવાના કાર્ટૂન લઈને નીકળેલા એક દુકાનદારની પોલીસ અટકાયત કરી છે. આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ગઈકાલે એક શખ્સ બાઇક પર પાર્સલ લઈને નીકળતા પોલીસ તેને અટકાવીને પાર્સલની તલાશી લેતા તેમાંથી તમાકુ વાળા માવા મળી આવ્યા હતા. આથી, બાઇક પર માવા લઈને નીકળેલા દુકાનદાર જીકરભાઈ મકરાણીની પોલીસે અટકાયત કરી તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text