હળવદમાં નેપાળથી આવેલા ત્રણ વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાયા

- text


 

વિદેશથી આવેલા 7 લોકોનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થયો

હળવદ : હળવદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા હળવદ શહેરમાં અને ટીકર ગામમાં આવેલા ત્રણ વ્યક્તિઓને ચકાસી તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે જ્યારે અગાઉ દુબઈ, યુરોપ, લંડનથી આવેલા સાત વ્યક્તિઓનો હોમ ક્વોરોન્ટાઈ પીરીયડ પૂરો થઈ ગયો હોવાનું મળ્યું છે

દેશભરમાં હાલમા લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે કેટલા લોકો લોકડાઉન હોવા છતાં અને સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકે તેના માટે કડક માં કડક કાર્યવાહી કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે કે જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ રહે તેમ છતાં કેટલાક વ્યક્તિઓ લોકડાઉન વચ્ચે પણ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા છે આમ કરવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે એમ છે.

હળવદ આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ વ્યક્તિ ઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમા હળવદ શહેરમાં બે અને ટીકર ગામ ના એક વ્યક્તિને હોમ ક્વાેરાેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે અગાઉ દુબઈ,યુરોપ અને લંડનથી આવેલા છ વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઈન કરાયા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હતી જોકે આ વ્યક્તિનો હોમ ક્વોરોન્ટાઈન પીરીયડ પૂરો થઇ ગયો છે જોકે તેઓને કોઇ પણ જાતના કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જાણવા મળે છે.

- text

આરોગ્ય વિભાગ દ્વારા ૧.૭૦ લાખ લોકોનો સર્વે કરાયો : તાલુકા હેલ્થ ઓફિસર

હાલ કોરોનાની મહામારીને લઈ રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોની આરોગ્યની તપાસ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા જેથી આણંદમાં પણ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદાજુદા બે રાઉન્ડમાં ૧૧૬ ટીમો બનાવી ૧.૭૦લાખ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં કોઇપણ વ્યક્તિને કોરોના લક્ષણો દેખાયા ન હતા.

- text