મોરબીના કોરોનાગ્રસ્ત દર્દી સાથે ટુરમાં માળિયાના વવાણીયા ગામના બે વ્યક્તિઓ પણ હતા

- text


જોકે વવાણીયાના બન્ને વ્યક્તિએ આવતાની સાથે જ આરોગ્ય વિભાગને જાણ કરી દીધી હતી અને તેમનો ક્વોરોન્ટાઇન પીરીયડ પણ પૂર્ણ થઈ ગયો છતાં ચેકઅપ કરાશે

મોરબી : મોરબીના કોરોનાગ્રસ્ત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નીકળતા વિવિધ જિલ્લાના આરોગ્ય તંત્ર દોડતા થયા છે. જેમાં આ દર્દીની સાથે ટુરમાં માળિયાના વવાણીયા ગામના બે વ્યક્તિ પણ હોવાનું ધ્યાને આવ્યું છે. જો કે આ બન્ને વ્યક્તિએ ટુરમાંથી આવ્યા ત્યારે જ તંત્રને જાણ કરી દીધી હતો અને તેમનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થયો હોય છતાં તેઓનું ચેકઅપ કરવામાં આવનાર છે.

- text

મોરબીની ઉમા ટાઉનશીપમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ સિદ્ધપરાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તંત્રએ તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ શોધી કાઢી છે. જેમાં આ દર્દી સહિત 54 લોકો રાજસ્થાન, દિલ્હી, યુપી, હરિદ્વારની ટુર ઉપર અક્ષર ટ્રાવેલ્સના પેકેજમાં ગયા હતા. ત્યારે મોરબી અપડેટ દ્વારા રાજકોટની અક્ષર ટ્રાવેલ્સનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે કુલ ટુરમાં કુલ 54 લોકો હતા. જેમાં મોરબી જિલ્લાના અન્ય બે વ્યક્તિઓ પણ હતા.

વધુમાં આરોગ્ય વિભાગમાથી મળતી વિગત મુજબ આ બન્ને વ્યક્તિ માળિયા તાલુકાના વવાણીયા ગામના છે. જેઓએ અગાઉ સામેથી જ પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર કરી દીધી હતી. જેથી તેઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. હાલ તેઓનો ક્વોરોન્ટાઇન પિરિયડ પણ પૂર્ણ થઈ ગયેલ છે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

- text