હળવદમાં પાન-માવાની છુપી ડિલિવરી કરનારા વેપારીઓ પાસેથી તોડ કરતી ટોળકી સક્રિય.!

- text


વેપારીને ડિલિવરી કરતા રંગેહાથ પકડીને રૂ. 10 હજારથી 50 હજાર સુધીની રકમ ખંખેરતા હોવાની ચર્ચા

હળવદ : હળવદમાં પાન- માવાની છુપી રીતે ડિલિવરી કરનારા વેપારીઓ પાસેથી તોડ કરતી ટોળકી સક્રિય થઈ છે. જેઓએ અત્યાર સુધીમાં પાંચથી છ વેપારીઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

- text

હાલ લોકડાઉનની સ્થિતિમાં પાન, મસાલા, બીડી, સિગરેટના વ્યસનીઓની હાલત કફોડી બની છે. ત્યારે બીજી બાજુ પાન- માવાના વેપારીઓ તેઓના રેગ્યુલર ગ્રાહકોને છાની છુપી રીતે ડિલિવરી આપવાનું શરૂ કર્યું છે. હળવદમાં પણ આવા દ્રશ્યો જોવા મળે છે. જેનો લાભ ઉઠાવવાનું લેભાગુ તત્વોએ શરૂ કર્યું છે. જેઓએ ટોળકી બનાવીને શહેરમાં પોતાના બાતમીદારોને સક્રિય કર્યા છે અને છાની છુપી રીતે ડિલિવરી કરતા વેપારીઓને શોધી કાઢીને તેઓ પાસે જઈને અથવા તો તેઓને રંગે હાથ પકડીને તોડ કરી રહ્યા હોવા ની ચર્ચા એ શહેરમાં જોર પકડ્યું છે

અત્યાર સુધીમાં આ ટોળકીએ પાંચથી છ વેપારીઓને નિશાન બનાવ્યા છે. વેપારીઓ પાસેથી આ ટોળકી રૂ. 10 હજારથી લઈને 50 હજાર સુધીનો તોડ કરે છે. ત્યારે આ ટોળકી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમા પ્રબળ માંગ ઉઠી છે.

- text