મોરબી કલેકટર કચેરી ખાતે રાહત ફંડમાં 17 લાખથી વધુ ફાળો આવ્યો

- text


મોરબીમાં મુખ્યમંત્રીશ્રીની રાહતનિધિમાં ઉદારહાથે સહયોગ

મોરબી : કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અપીલને ધ્યાનમાં લઈને નાગરિકો, સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, અને ઔદ્યોગિક એકમો વગેરે દ્વારા મોરબી કલેકટર કચેરી ખાતે તા. ૩૦-૦૩-૨૦૨૦ સુધીમાં રૂપિયા ૧૭,૧૮,૯૭૨ની રકમ મુખ્યમંત્રીશ્રીના રાહતનિધિમાં અર્પણ કરવામાં આવી છે.

- text

મોરબીમાં મુખ્યમંત્રીશ રાહતનિધિ ફંડમાં મિલેનીયમ ઓવરસીસ ગ્રૂપ દ્વારા ૫,૧૧,૧૧૧, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ૫ લાખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ૩ લાખ, શાલિગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા ૧ લાખ, સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ દ્વારા ૧ લાખ, ધી મોરબી કોટન મરચન્ટસ એસોસીએસન લી. દ્વારા ૧ લાખ, શ્રીજી પાર્ક સોસાયટી દ્વારા ૬૨,૨૫૦, જીવરાજભાઈ પરસોતમભાઈ પાડલિયા દ્વારા ૨૧ હજાર, હંસાબા વનરાજસિંહ જાડેજા દ્વારા ૧૧,૧૧૧, ભાણજીભાઈ પી. માલવણીયા દ્વારા ૧૧ હજાર, રામધન આશ્રમ દ્વારા ૨,૫૦૦ની સહાયનો સમાવેશ થાય છે. આ યાદીમાં ફક્ત કલેક્ટર કચેરી હસ્તક મોકલાવેલ સહયોગની યાદી છે આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી રાહતનિધિ તેમજ પ્રધાનમંત્રી રાહત કોષમાં અનેક સહયોગી દાતાશ્રીઓ સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, અને ઔદ્યોગિક એકમો તેમજ વ્યક્તિગત રીતે ફાળો આપનારની સંખ્યા અનેકગણી છે.

- text