મોરબીની 15.80 લાખના લૂંટ પ્રકરણના 3 આરોપીઓ પાસેથી વધુ 2.40 લાખની રિકવરી

- text


મોરબી : ઉદ્યોગપતિને મારમારીને ધોળા દિવસે ૧૫.૮૦ લાખની લુંટ પ્રકરણમાં આરોપીઓ પાસેથી વધુ ૨.૪૦ લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.

શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં પેગવીન સીરામીકવાળા હિતેશભાઈ લવજીભાઈ સરડવાની આંખમાં મરચું છાંટીને માર મારીને રોકડા રૂપિયા ૧૫.૮૦ લાખની બે શખ્સો દ્વારા લુંટ કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે મૂળ રાધનપુરના રહેવાસી અને હાલમાં મોરબી શહેરમાં આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખીને રહેતા ભરત દયારામભાઈ ચાવડા (ઉં.૩૨), વિક્રમ સુંડાભાઈ દિલેસા (ઉં.૨૦) અને ચંદુ ઉર્ફે ચનો મોહનભાઇ ભિલોટા (ઉં.૨૫)ની ધરપકડ કરી હતી. લુંટમાં ગયેલા રૂપિયા પૈકી રોકડા ૧૦ લાખ રૂપિયા પણ રીકવર કર્યા હતા. ત્યાર બાદ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મેળવાયા હતા.

- text

ત્યાર બાદ એ. ડીવીઝનના પીઆઈ આર.જે.ચોધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આર.શુક્લ, રાયટર મહેન્દ્રસિંહ, ફતેહસિંહ તેમજ વિજયભાઇ સહિતની ટીમ ત્રણેય આરોપીઓને સાથે રાખીને રાધનપુર તાલુકમાં આવેલ પ્રેમનગર અને સોલૈયા નામના ગામે ગઈ હતી અને ત્યાંથી લુંટમાં ગયેલા પૈકી વધુ રૂા.૨.૪૦ લાખ પોલીસે રીકવર કર્યા છે. એટલે કે લુંટમાં ગયેલા ૧૫.૮૦ લાખમાંથી અત્યાર સુધીમાં પેાલીસે કુલ મળીને ૧૨.૪૦ લાખ રીકવર કર્યા છે. મોરબી એ.ડીવી.પોલીસે હજુ આરોપીઓની વિસ્તૃત પૂછપરછ ચાલુ રાખી છે.

- text