હડમતીયામાં વેપારીઓએ ફરજીયાત સ્વચ્છતા જાળવવી પડશે, થૂંકબાજોને દંડ થશે : ગ્રા.પં.નું જાહેરનામું

- text


ટંકારા : હડમતીયા ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસના પગલે ગામના નાના-મોટા દુકાનદારો, ગલ્લાવાળાઓ તથા જાહેર જનતાને નોટિસ આપવામાં આવેલ છે કે હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસનો હાહાકાર ફેલાયેલો છે. ત્યારે આ વાયરસ ઠંડી વસ્તુઓના કારણે વધારે ફેલાય છે. જેનાથી ઠંડી વસ્તુઓ ખાવાથી શરદી ઉધરસ જેવા રોગો લાગુ પડે છે. જેથી, આ વાયરસ સામે લડવા તકેદારીના ભાગરૂપે ગામમાં બધા જ ઠંડાપીણા અને આઈસ્કીમ શેકરીનની પેપ્સીકોલા, માજા, ફેન્ટા, કુલ્ફી, વાસી ખોરાક, ભેળ -પાણીપુરી, ચા-પાણીની હોટલો તથા શાકભાજી વાળાએ સ્વચ્છતા જાળવવી. આ ઉપરાંત, હાથથી હાથ મિલાવવા કરતા બે હાથ જોડી નમસ્કાર કરવું અને તેમજ જાહેર જગ્યાએ થુકવું નહીં. આ કાયદાનું પાલન ના કરનારને રૂ. 500 ના દંડની જોગવાઈ હડમતિયા ગ્રામ્ય પંચાયતે રાખેલ છે .જેની દરેક હડમતીયાના ગ્રામજનોએ નોંધ લેવા માટે અપીલ કરાઈ છે.

- text