ટંકારાના કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ સંદર્ભે સૂચનો જાહેર કરાયા

- text


ટંકારા : સમરસ ગ્રામ પંચાયત દ્વારા કલ્યાણપર ગામના લોકોએ સાવચેતી રાખવા કોરોના વાયરસ સંદર્ભે જરૂરી સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.જેનું પાલન કરવા ગ્રામજનોને સરપંચ ડી.એમ.પટેલે અનૂરોધ કર્યો છે. જે નીચે મુજબ છે.

  • ગામલોકોએ પોતાના ઘર આસપાસ ક્યાંય કચરો ફેંકવો નહિ. તેમજ પંચાયતે આપેલ કચરાપેટીમાં એકઠો થયેલ કચરો અઠ્વાડીયે એકસાથે ગામ બહાર નક્કી કરેલ સ્થળે નિકાલ કરવો.
  • ગામની કોઈપણ દુકાનોમાં ઠંડાપીણાં, આઈસ્ક્રીમ, ગુલ્ફી, પેપ્સી જેવી કોઈપણ ચીજવસ્તુઓનું વેચાણ કરવું નહિ.
  • ગ્રામજનોએ જાહેર સ્થળોએ થૂંકવું નહિ. જો થૂંકતા પકડાઈ જાય તો ગ્રામ પંચાયત દ્વારા સ્થળ ઉપર જ રૂ. 500નો દંડ વસુલ કરવામાં આવશે.
  • સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવતા સમાચારો ઉપર જ ભરોસો કરવો. અફવાઓ પર ધ્યાન આપવું નહિ. સતર્ક રહેવું, સુરક્ષિત રહેવું.
  • કોઈપણ જાતની શારીરિક તકલીફ ઉદ્ભવે તો નજીકના સરકારી દવાખાને સારવાર માટે જવું.

- text