હળવદમાં કોરોના વાયરસ સામે સાવચેતીના પગલાં લેવા તંત્રની સંયુક્ત બેઠક મળી

- text


પદાધિકારીઓ, નગરપાલિકા, વહીવટી તંત્ર અને વેપારી અગ્રણીઓએ તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવાનું નક્કી કર્યું

હળવદ : વિશ્વભરમાં કોરોનો વાયરસે આતંક ફેલાવ્યો છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પાંચ પીઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે હળવદ વહીવટી તંત્રના સર્વે અધિકારીઓ અને પદાધિકારીઓ અને વેપારી અગ્રણીયો અને નગરપાલિકાના સભ્યોની એક મહત્વ ની બેઠક આજરોજ નગરપાલિકા કોન્ફરન્સ હોલમાં મળી હતી. આ બેઠકમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે સાવચેતી લેવા જેવી બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

- text

સર્વ પ્રથમ હળવદ શનિવારે બંધ રહે છે તેની જગ્યાએ રવિવારે બંધ રહેશે તેવું વેપારી અગ્રણીઓએ અને વહીવટી તંત્રએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે સાથે ખાણી પીણીની લારીઓ પણ ટૂંક સમય માટે બંધ રહેશે તેવું નક્કી કર્યું છે. ફ્રુટ શાકભાજીના વેપારીઓએ ફરજીયાત હાથમાં મોજા અને માસ્ક પહેરવાના રહેશે. હળવદ નગરપાલિકા સેનિટેશન સ્ટાફ દ્વારા સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે અને આયુર્વેદિક ઉકાળાનું પણ સામાજિક સંસ્થાઓ દ્વારા વિતરણ થાય નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે કોઈ પણ શંકાસ્પદ દર્દી જણાય અથવા વિદેશ યાત્રાએથી કોઈ આવ્યું હોય તો સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ફરજીયાત સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે આ સિવાય પણ તકેદારી લેવા માટે ની ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે સરકારી હોસ્પિટલના ડૉ. કૌશલભાઈ પટેલએ પણ જરૂરી માહિતી પૂરી પાડી હતી. આ બેઠકમાં હળવદ તાલુકા મામલતદાર વી.કે. સોલંકી, હળવદ પી.આઈ સંદીપભાઈ ખાંભલા, ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયા, અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, વિનુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ દવે, દિનેશભાઇ મકવાણા સહિત વેપારી અગ્રણીઓ અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text