માળીયા (મી.) સરપંચ એસોસિએશન દ્વારા આધાર કાર્ડની અણધડ કામગીરી અંગે રજૂઆત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) સરપંચ એસોસિએશન દ્વારા આધાર કાર્ડની અણધડ કામગીરી અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં જણાવેલ છે કે માળીયા(મી.) તાલુકામાં આધાર કાર્ડની કામગીરી માટે અરજદારોને વારંવાર ધકકા ખાવા પડે છે અને આ બાબતે અગાઉ મૌખિક તેમજ લેખીત રજુઆત લગત અધિકારીઓને વારંવાર કરેલ છે. અગાઉ તાળાબંધી કરવા પણ ગયેલ હોય અને મામલતદારએ લેખીત ખાત્રી આપતા આ તાળાબંધી કરવાનું આયોજન રદ કરેલ હતું પરંતુ આજ દિન સુધી કોઇ નક્કર પરીણામ મળેલ નથી અને પરિસ્થિતિ એમની એમ જ છે. આથી, અરજદારોની ધીરજ હવે પુર્ણ થવાના આરે છે. જેથી, માળીયા (મી.) તાલુકામાં કનેકટીવીટીની મોટી તકલીફ છે અને એક જ કીટ છે, તે પણ વારંવાર ખોટવાઇ છે. જેથી, માળીયા (મી.) તાલુકામાં આધાર કાર્ડની કામગીરી માટે બે કીટો ફાળવવામાં આવે અને કનેકટીવીટીની તકલીફ 15 દિવસમાં ઉકેલવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આગળની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે, તેવી ચીમકી આપવામાં આવી છે.

- text