હાશ… મોરબીમાં કોરોનાના શંકાસ્પદ કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

- text


વિએતનામથી આવેલા યુવાનનો નેગેટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રનો હાશકારો

મોરબી : મોરબીમાં વિએતનામથી આવેલા યુવાનને કોરોનાના શંકાસ્પદ લાક્ષણો જણાતા ગઈકાલે તેના રિપોર્ટ કરીને જામનગર લેબમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીમાં વિએતનામથી પરત આવેલા એક 25 વર્ષના યુવાનને શરદી સહિતના કોરોનાના લક્ષણો જણાતા હોસ્પિટલમાં તેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટને જામનગર લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી અપાયા બાદ આજે રિપોર્ટ આવ્યા છે. જેમાં આ યુવાનને કોરોના વાયરસ ન હોવાનું જાહેર થયું છે. આ નેગેટિવ રિપોર્ટથી આરોગ્ય તંત્રને હાશકારો થયો છે.

- text