મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા કાલે રવિવારે ક્રિષ્ના હોસ્પિટલ પાસે સફાઈ કરાશે

- text


મોરબી : મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે તબીબો સહિતના જાગૃત નાગરિકોની સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સઘન સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને સ્વચ્છતા અભિયાન સમિતિનું અવિરત સફાઈ કાર્યને કારણે આ સ્વચ્છતા અભિયાન વેગવતું બન્યું છે અને સ્વચ્છતા અભિયાનને જોરદાર સમર્થન મળતા હાલ આ સ્વચ્છતા અભિયાન સમિતિમાં આશરે 200 થી વધુ સભ્યો અવિરતપણે સફાઈ કાર્ય કરી રહ્યા છે.

- text

છેલ્લા ઘણા સમયથી દર રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્યારે આવતીકાલ તા. 15 માર્ચને રવિવારે સવારે 6-30 વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ પાસે સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે. જેમાં સ્વચ્છતા અભિયાનની ટીમ સાથે ક્રિષ્ના હોસ્પિટલના ડૉક્ટર્સ તેમજ સ્ટાફ જોડાઈને સફાઈ હાથ ધરાશે. ત્યારે મોરબીને સ્વચ્છ બનાવવા માટે આ સફાઈ અભિયાનમાં શહેરના દરેક નાગરિકોને જોડાઈને પોતાનો નાગરિક ધર્મ નિભાવવાની અપીલ કરવામાં આવી છે.

- text