મોરબી નજીક કારખાનામાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબી નજીક કારખાનામાં સીડી પરથી પટકાતા મજૂર યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ શિવ પેકેજીંગ કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાંજ લેબર ક્વાર્ટરમાં રહેતો દિલીપભાઈ કુલાભાઈ નાયક ઉ.વ.23 નામનો યુવાન ગત તા.12 ના રોજ અકસ્માતે સીડી ઉપરથી નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું તા.13 ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવના કાગળિયા રાજકોટ તરફથી આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text