ખિરઈ ગામ નજીક ઉભેલા ટ્રેલર સાથે ટેન્કર અથડાતા ડ્રાઇવરનું મોત

- text


માળીયા મી. : તાલુકાના ખિરઈ ગામ નજીક રસ્તાની સાઈડમાં ઉભેલા ટ્રેલર ટ્રક સાથે પાછળથી આવેલા ટેન્કર ડ્રાઇવરે પોતાનું વાહન અથડાવતા ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. બનાવની નોંધ કરી માળીયા.મી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text

ગાંધીધામ રહેતા 40 વર્ષીય હિતેષભાઈ મોહનભાઇ ઠક્કર નામના ટ્રાન્સપોર્ટરે માળીયા મી. પો.મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ખીરઈ ગામ નજીક રેલવે ઓવરબ્રિજ ઉપર પોતાનું ટેન્કર નંબર GJ 12 BX 5292 સાઈડમાં ઉભું હતું તે દરમ્યાન GJ 12 BV 7345 ના ટ્રેઇલર ડ્રાઇવરે પુરપાટ વેગે ઘસી આવી ઉભેલા ટેન્કર સાથે તેનું વાહન ગફળતભરી રીતે ચલાવી અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં વાહન અથડાવનાર 37 વર્ષીય ડ્રાઇવર ચનાભાઈ કરશનભાઈ ડાંગરને ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવની તપાસ આઈએસઆઈ સી એસ કડવાતર ચલાવી રહ્યા છે.

- text