મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

- text


મોરબી : મોરબીના સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં પ્રિન્સીપાલ ડો. એલ. એમ. કંઝારીયાના માર્ગદર્શન હેઠળ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોલેજમાં વર્ષ દરમ્યાન થયેલી વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓના વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર વિતરણ, B.A. સેમ. ૬ના વિદ્યાર્થીઓને વિદાય અને દર વર્ષ પ્રગટ થતા કોલેજના વાર્ષિક અંક ‘સર્વોદય’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ સર્વોદય એજયકેશન સોસાયટીના મંત્રી રજનીકાંતભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. આ તકે અતિથિ વિશેષ તરીકે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને કોલેજના ઉદ્ધાક ગોકળદાસ પરમાર ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનો આરંભ સર્વધર્મ પ્રાર્થના દ્રારા કરવામાં આવેલ હતો. તેમજ મહેમાનોને હસ્તે દિપ પ્રાગ્ટય કરવામાં આવેલ હતું. શબ્દોથી સ્વાગત અને આવકાર આપતી વખતે ઉદ્દબોધન કરતા પ્રિન્સીપાલ ડો. કંઝારીયાએ અધ્યક્ષ તેમજ અતિથિનું શબ્દોથી સ્વાગત કરી કોલેજમાં ચાલતી અનેકવિધ પ્રવૃતિઓનો ખ્યાલ આપેલ હતો.

- text

વધુમાં, મોરબી શહેરમાં સવોર્દય એજયુકેશન સોસાયટી દ્વારા ૧૯૫૯માં આરંભાયેલી આ કોલેજ અને અન્ય સસ્થાઓને સોસાયટીના સભ્યોએ આપેલ, સહકાર બદલ આભાર વ્યકત કરેલ હતો. તેમજ સોસાયટીના પ્રમુખ પ્રદિપભાઈ વોરા કે જેઓ નાદરસ્ત તબીયતને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકેલ પણ તેમની શુભકામના અને સહકારને યાદ કરેલ હતા. વિદાય લેતા વિદ્યાર્થીઓને ભાવિ જીવનની શુભકામના પાઠવતાની સાથે શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવતા વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ હતા. તેમજ કોલેજ દ્રારા સતત થતી અનેકવિધ પ્રવૃતિઓ બદલ સમગ્ર સ્ટાફ પરિવારનું ઋણ સ્વીકારેલ હતું.આ ઉપરાંત, મહેમાનોનું પુષ્પ અને ખાદીના રૂમાલથી અભિવાદન કર્યા બાદ અધ્યક્ષ, અતિથિ અને પ્રિન્સીપાલ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નો કોલેજના મુખપત્ર ‘સવોર્દય’ના અંકનું વિમોચન કરવામાં આવેલ હતું. તેમજ B.A.સેમ.-૬ની વિદાય લેતી વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાસંગિક શાબ્દીક સંવેદના વ્યકત કરવામાં આવેલ હતી. આ તકે B.A.સેમ.-૬ના વિદ્યાર્થીઓએ કોલેજને મોમેન્ટો અર્પણ કરેલ હતો. અતિથિ વિશેષ ગોકળદાસ પરમાર કે જેઓ આ કોલેજના ઉદ્ધાક છે અને ૯૯ વર્ષની ઉંમરે પણ ઉપસ્થિત રહીને કોલેજની પ્રવૃતિને બિરદાવતા તેમણે કોલેજ અને પ્રિન્સીપાલને અભિનંદન આપેલ હતા. સાથોસાથ કોલેજના જુના સ્મરણોને યાદ કરી ખુશી વ્યકત કરેલ હતી.અધ્યક્ષ સ્થાને રજનીકાંતભાઈ મહેતાએ કોલેજના કાર્યક્રમને શુભકામના પાઠવેલ અને સંતોષ વ્યકત કરેલ હતો. પ્રિન્સીપાલ તેમજ સમગ્ર કોલેજ ટીમની પ્રવૃતિઓને આવકારેલ હતી. અંતમાં આભાર દર્શન પ્રા. ડો.રાજપૂત દ્રારા કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. નલીન એમ. જોષી, પ્રા. ડો. રામ વારોતરીયા દ્વારા કરવામાં આવેલ હતું.

- text