ધો. 10માં ગણિત વિષયનું પેપર અઘરું નીકળતા વિદ્યાર્થીઓમાં નિરાશા

વાંકાનેર : ગત તા. 5 માર્ચથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ ગઈ છે. ત્યારે આજે ધો. 10માં ગણિત વિષયનું પેપર અઘરું નીકળતા વિદ્યાર્થીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી.

આજે ધો. 10માં ગણિત વિષયનું પેપર પ્રમાણમા અધરું નીકળતા વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી હતી. ખાસ કરીને નબળા અને ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓને પ્રશ્નો સમજવામાં તકલીફો પડી હતી. ગણિત જેવાં અઘરા વિષયનું પેપર ટ્વિસ્ટ કરીને પૂછ્યું તો વિધાર્થીઓને ભારે મુશ્કેલી પડી અને વિધાર્થીઓમા ગણિત વિષયના પરિણામ બાબતે ભય છવાયેલો જોવા મળ્યો હતો. પેપર જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે વિદ્યાર્થીઓ શું આવડે છે, એની નહિ પરંતુ શું નથી આવડતું, એના માટે જાણે પેપર કાઢ્યું હોય! તેવો ગણગણાટ વિધાર્થીઓ અને શિક્ષકોમાં જોવા મળ્યો હતો.