હળવદ : તીન પત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા

પોલીસે રૂ. ૭૪૦૦ ની રોકડ રકમ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદ શહેરમાં આવેલ રાજોધરજી હાઇસ્કુલની પાછળના ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને હળવદ પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂ. ૭૪૦૦ની રોકડ રકમ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ પોલીસ મથકેથી બનાવની જાણવા મળતી માહિતી મુજબ પી.આઈ. સંદિપ ખાંભલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના દેવેન્દ્રસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી સહિતનાઓ આજે શહેરમાં પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં શહેરમાં આવેલ રાજો ધરજી હાઇસ્કૂલની પાછળના ખુલ્લા મેદાનમાં ગંજી પાનાનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા.

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ વિજયભાઈ દલવાડી, જીતેન્દ્રભાઈ રાજપૂત, સોહિલભાઈ લોલાડીયા, મુઝીબભાઈ લોલાડીયા (રહે. બધા હળવદ)ને ઝડપી લઇ, તેઓ પાસેથી રોકડા રૂપિયા ૭૪૦૦ જપ્ત કરી હળવદ પોલીસ મથકે લઇ આવી, જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.