મોરબીના કબીર આશ્રમ ખાતે પંચનામ જુના અખાડાના મહામંડલેશ્વર મહેન્દ્રાનંદજી બાપુની પઘરામણી

- text


સંત પરંપરા મુજબ મહેન્દ્રાનંદજી બાપુનું સ્વાગત કરાયું

મોરબી : પંચનામ જુના અખાડાના મહામંડલેશ્વરશ્રી ૧૦૦૮ મહેન્દ્રાનંદજી બાપુની તા.7/3/2020 ના રોજ.સંત કુટીર કબીર આશ્રમ મોરબી ખાતે પઘરામણી થઈ હતી.આ પાવન અવસરને વઘાવવા નો મોરબી જીલ્લા ના સમાજ બંધુઓને સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતું.આ અવસરને દીપાવતા સંત કુટીર કબીર આશ્રમના મહંત શ્રી કરશનદાસ બાપુએ સંત પરંપરા મુજબ મહેન્દ્રાનંદજી બાપુ તેમજ બાલા ત્રિકમ સાહેબની જગ્યાના લઘુ મહંત પ્રકાશ મુની બાપુનુ તીલક આરતી ફુલહાર અને શાલથી સ્વાગત કર્યું હતું.

- text

ગુરૂ બ્રાહ્મણ સમાજ મોરબી જીલ્લાના આગેવાનો જેમા ધટકના પ્રમુખ દીલીપભાઇ શુકલ મહામંત્રી પ્રવીણભાઈ શુકલ ,જીલ્લાના પુર્વ પ્રમુખ જયસુખભાઇ કાંટીયા રાજ્ય કક્ષાના સહ પ્રભારી દલસુખભાઇ ધુમલ ,રાજ્યકક્ષાના મિડીયા કન્વીનર રવિભાઇ કે ધુમલ. લાલદાસ બાપુ દાદુસાહેબની જગ્યાના મહંત લાભદાસ બાપુ નરસંગ દાદાનુ મંદિર દેરાળાના પુજારી ગુલાબદાસ બાપુએ ગુરૂ બ્રાહ્મણ સમાજ વતી બાપુનુ ફૂલહાર અને શાલથી સ્વાગત કર્યું.હતું.આ કાર્યક્રમમા આમંત્રણને માન આપીને પધારેલા ક્ષત્રિય સમાજના આગેવાન અને મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જ્યોતિસીંહ જાડેજાએ બાપુનુ સ્વાગત કર્યું હતું અને સમાજ શીક્ષીત સમૃદ્ધ અને સંસ્કારી બને એવા આશીર્વાદ મેળવ્યા હતા.આ કાર્યક્રમને દીપાવતા મોરબી જીલ્લાના અનુસુચિત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બાપુનુ સ્વાગત કર્યું હતું. મોરબી જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચોના પ્રમુખ વીઠલભાઇ ચાવડા ,મહામંત્રી અશોકભાઈ ચાવડા ,ભીખાભાઇ સોલંકી , ગોપાલભાઈ સોલંકી. તે વીસ્તારના કાઉંસીલર અને સામાજિક કાર્યકર મનુભાઇ સારેસા મોરબી શહેર ભાજપના મહામંત્રી ધર્મેશભાઇ મકવાણા અને ધણા કાર્યકર હાજર રહીને બાપુ નુ સ્વાગત કર્યું હતું.

- text