મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા ક્રિષ્ના હોસ્પિટલ પાસે સફાઈ અભિયાન હાથ ધરાયું

- text


સ્વચ્છતા અભિયાનની ટીમે ક્રિષ્ના હોસ્પિટલની આજુબાજુમાં સઘન સફાઈ કરી ગંદકીના ગંજ દૂર કર્યા

મોરબી : મોરબીની સ્વચ્છ શહેર બનાવવા માટે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા અવિરતપણે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે આજે રવિવારે મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા ક્રિષ્ના હોસ્પિટલ પાસે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું અને સ્વચ્છતા અભિયાનની ટીમે ક્રિષ્ના હોસ્પિટલની આજુબાજુમાં સઘન સફાઈ કરી ગંદકીના ગંજ દૂર કર્યા હતા.

- text

આપણું મોરબી સ્વચ્છ મોરબીની ભાવનાની જનજાગૃતિ માટે અને મોરબી શહેરને ફરી પેરિષ તરીકેની ઓળખ આપવા તબીબો સહિત જાગૃત નાગરિકોની ટીમ સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સફાઈ અભિયાન છેલ્લા ઘણા સમયથી અવિરતપણે ચાલી રહ્યું છે.આ સફાઈ અભિયાનને ભારે પ્રતિસાદ મળ્યો છે અને સફાઈ અભિયાનમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો જોડાતા રહે છે.ખાસ કરીને આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સઘન સફાઈ હાથ ધરાઈ છે.ત્યારે આજે રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલની આજુબાજુમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.જોકે ક્રિષ્ના હોસ્પિટલની આજુબાજુમાં ગંદકીના ભારે ગંજ જોવા મળ્યા હતા.અહીં સફાઈના અભાવે ગંદકી બેસુમાર ફેલાતી હોય સ્વચ્છતા અભિયાનની ટીમે અથાક પરિશ્રમ કરીને અતિશય દુર્ગંધ મારતો ત્રણથી ચાર ટ્રેકટર ભરાય તેટલા કચરાનો નિકાલ કરીને આ વિસ્તારને સ્વચ્છ ,સુઘડ બનાવી દીધો હતો.તેમજ આજુબાજુના લોકોને સ્વચ્છતા રાખવાની સમજણ આપી હતી.

- text