માળીયા મી. : જમીન પોતાના નામે ન કરતા પુત્રએ પિતાને લાકડી વડે માર માર્યો

- text


માળીયા મી. : નાનપણમાં સંતાનોને ભારે લાડકોડથી ઉછેરતા અને સ્વંય અગવડ વેઠીને સંતાનો માટે જાત ઘસી નાંખતા વાલીઓ માટે માળિયાના સરવડ ગામેથી એક આંચકાજનક તેમજ આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પિતાએ પોતાની વારસાગત જમીન પુત્રના નામે નહીં કરતા કપાતર પુત્રએ પિતાને લાકડી વડે માર મારીને જો જમીન પોતાના નામે નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા પિતાએ આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લીધો છે.

- text

માળીયા મી. પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના સરવડ ગામે રહી ખેતી કરતા 68 વર્ષીય હરજીભાઈ દમાભાઈ વિલપરાને તેમના પુત્ર ગીરીશભાઈએ જમીન પોતાના નામે કરી દેવા દબાણ કરી ઝઘડો કર્યો હતો. વૃદ્ધ પિતાએ જમીન પુત્રના નામે કરવાની ના કહેતા કપાતર પુત્રએ પિતાને લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પિતાએ માળીયા મી. પોલીસ મથકમાં પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ પુત્રની હરક્તથી લોકો તરફથી પુત્ર સામે ફિટકાર વરસી રહ્યો છે.

- text