મોરબી : માથાના દુ:ખાવાથી કંટાળી મહિલાએ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ બોની પાર્કમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ માથાના દુ:ખાવાથી કંટાળી ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજયુ હતું.

- text

રવાપર રોડ ઉપર બોની પાર્કમાં જાનકી એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે રહેતા અને મેાલ્ડીંગનું કામ કરતા વિશાલભાઈ જયસુખભાઇ કાંજિયાના પત્ની હીનાબેન (ઉ.વ. 30) એ ગઇકાલે માથાના અસહ્ય દુ:ખાવાથી કંટાળી પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. જેથી, તેમનું મોત નિપજ્યું હતું. હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text