મોરબીના વીશીપરા અને સામાકાંઠા વિસ્તારમાંથી બે યુવતીઓ લાપત્તા

- text


મોરબી : મોરબીના વીશીપરા વિસ્તાર અને સામાકાંઠા વિસ્તારમાંથી બે યુવતીઓ લાપત્તા છે. હાલમાં બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીશીપરા વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમભાઇ બચુમિંયા કાદરીની 21 વર્ષીય પુત્રી હિનાબેન તા.૩ ના બપેારે બારેક વાગ્યા આસપાસ વીસીપરા કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા રેશ્માબેન દિલીપભાઈના ઘરે જાવ છું તેમ કહીને ઘરેથી નીકળી ગયેલ હતી. બાદમાં રેશ્માબેનને ત્યાં તેમજ અન્ય જગ્યા એ તપાસ કરવા છતાં પણ હિનાબેનની ભાળ મળી ન હતી. અંતે, તેણીની માતા રહેમતબેને મોરબી બી ડિવિઝન પોલીસ મથકે બનાવની જાણ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા હિનાબેનની શોધખોળ કરવામાં આવી રહી છે.

- text

આ ઉપરાંત, મોરબીના સામાકાંઠે આવેલ સો એારડી વિસ્તારની પાછળ આવેલ માળીયા વનાડીયા સોસાયટીમાં રહેતા રાજાભાઈ દલાભાઈ પરમારની બહેન નામના મીનાક્ષીબેન દલાભાઈ પરમાર (ઉ.વ. 22) એ ઘરેથી ગ્રેશટેાન કંપનીમાં નોકરીએ જવા માટે નીકળી હતી. બાદમાં મીનાક્ષીબેન ઘરે પરત ફરી ન હતી. જેથી, પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

- text