ટંકારા : સૌર ઊર્જા માટે જનજાગૃતિ લાવવા વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજાઈ

- text


ઇધણ બચાવો અને દેશ બચાવોના સૂત્ર હેઠળ ટંકારા આર્ય ઇન્ડસ્ટ્રીઝ વિતરક એજન્સી અને મોરબી જિલ્લાના તમામ ડિલર્સ અને ઇન્ડીયન કંપનીના સંયુક્ત ઉપક્રમે રેલી યોજાઈ

ટંકારા : ટંકારામાં સૌર ઊર્જા માટે જનજાગૃતિ લાવવાના હેતુસર વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજાઈ હતી. જેમાં ઇધણ બચાવો અને દેશ બચાવોના સૂત્ર હેઠળ ટંકારા આર્ય ઇન્ડસ્ટ્રીઝ વિતરક એજન્સી અને મોરબી જિલ્લાના તમામ ડિલર્સ અને ઇન્ડીયન ઓઇલ કંપનીના સંયુક્ત ઉપક્રમે રેલી યોજીને સૌર ઊર્જા અંગે જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો.

- text

પેટ્રોલિયમ મંત્રાલય ભારત સરકારના ઈંધણ બચાવો દેશ બચાવોના સૂત્રને ખરાઅર્થમાં સાર્થક કરવા માટે આજે ટંકારા આર્ય ઇન્ડસ્ટ્રીઝ વિતરક એજન્સી અને મોરબી જિલ્લાના તમામ મોરબી જિલ્લાના તમામ ડિલર્સ દ્વારા ઇન્ડીયન ઓઇલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ટંકારા ઓરપેટ કન્યા છાત્રાલયની બાળાઓને સાથે રાખી સૌર ઊર્જાના વપરાશ માટે લોકો વધુને વધુ આગળ આવે અને એ માટે જનજાગૃતિ લાવવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ટંકારા મામલતદાર પંડ્યા, સેલ્ફ ઓફિસર પ્રવીણકુમાર પટેલ, પીએસઆઇ બગડા સહિતના મહાનુભવોની હાજરીમાં વિદ્યાર્થીનીઓ જોડાઈને પર્યાવરણને સંતુલિત રાખવા માટે લોકો ઈંધણને બદલે સૌર ઊર્જાનો ઉપયોગ કરે તેવો સંદેશ અપાયો હતો.

- text