મોરબીમાં વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ દ્વારા શુક્રવારે બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ દ્વારા સંસ્કાર બ્લડ બેંકના સૌજન્યથી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આગામી તા. 7 ફેબ્રુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સાંજે 5 થી 9 વાગ્યા સુધી વિશ્વકર્મા ધામ, ગાંધીનો પ્લોટ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહન ભેટ આપવામાં આવશે. ત્યારે આયોજકો દ્વારા કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

- text