મોરબીના લાતીપ્લોટ-6માં ગટરની ઉભરાતી ગંદકીએ માજા મુકતા લઘુ ઉદ્યોગોને માઠી અસર

- text


દોઢ માસથી ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા લઘુ ઉદ્યોગકારોમાં ભારે રોષ

મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યાથી ધોર અવદશા થઈ ગઈ છે. તેમાંય લાતીપ્લોટ 6 નંબર વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્રએ નિભરતાની હદ ઓળગી દેતા આ વિસ્તારની બદતર હાલત થઈ ગઈ છે. ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મુક્ત લઘુ ઉધોગને માઠી અસર પહોંચી છે.

- text

મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 6 વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં લઘુ ઉધોગો આવેલા હોય અને આ સમગ્ર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યાં હોવાથી ભયંકર સ્થિતિ સર્જાઈ છે. ગટર લગાતાર ઉભરાતા વગર વરસાદે પાણી પાણી જેવી સ્થિતિ સર્જાતા લઘુ ઉધોગો પાસે ગટરની ગંદકી હોવાથી ઉધોગકારોને રોજિંદા વેપાર ધંધા કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગટરને કારણે લઘુ ઉધોગની માઠી દશા થઈ ગઈ છે. જો કે આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં દોઢ માસથી ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિક લઘુ ઉધોગકારો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. તેથી, આ વિસ્તારની ગટરની સમસ્યા હલ કરવા તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી લઘુ ઉધોગકારોએ માંગ ઉઠાવી છે.

- text