મકનસર પાસેથી 700 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીના મકનસર ગામ પાસેથી બોલેરોમાં 700 લીટર દેશી દારૂ ભરી લઇ જતા એક શખ્સની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

- text

મોરબી તાલુકા પોલીસે ગત રાત્રીએ વાહન ચેકીંગ દરમિયાન મકનસર ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહેલી સફેદ રંગની નં. GJ13AW8191 બોલેરો પીકઅપને અટકાવી તેની તપાસ કરી હતી. જેમાંથી સફેદ રંગના 14 બાચકામાં કુલ કી.રૂ. 14,000નો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તાલુકા પોલીસ દ્વારા દેશી દારૂ સાથે 3 લાખની બોલેરો સહીત કુલ 3.14 લાખના મુદ્દામાલ સાથે વાલાભાઇ ઉર્ફે લાલો કમાભાઇ મોરી (ઉ.વ. 20, રહે. જાનીવડલા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text