મોરબી-માળીયા હાઇવે પર રસ્તો ઓળંગી રહેલા રાજપરના વૃદ્ધનું ટ્રક હડફેટે મોત

- text


અજાણ્યો ટ્રક ચાલક વૃદ્ધને હડફેટે લઈ નાસી છૂટ્યો 

મોરબી : મોરબી-માળીયા હાઇવે પર રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને એક ટ્રક ચાલકે હડફેટે ચડાવ્યા હતા. આ અકસ્માત બાદ ચાલક પોતાનો ટ્રક લઈ નાસી ગયો હતો જ્યારે ટ્રકની ઠોકરે ચડેલા વૃદ્ધનું મોત નિપજતા પોલીસે નાસી છૂટેલા ટ્રક ડ્રાયવરની શોધખોળ હાથ ધરી છે.

- text

મોરબી નજીકના ટીંબાવાડી નજીક રહેતા મૂળ રાજપરના ગોવિંદભાઇ રામજીભાઈ સાવરિયા ઉં.વ. 62 ગત શનિવારે સાંજે મોરબી-માળીયા હાઇવે પર ગુરુનાનક ટ્રાન્સપોર્ટ સામેથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રકચાલકે ગોવિંદભાઇને હડફેટે ચડાવ્યા હતા અને ચાલક ટ્રક લઈ નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત ગોવિંદભાઇનું મોત નિપજતા તેના પુત્ર અશ્વિનભાઈએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી બી.ડીવી.માં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુન્હો નોંધી નાસી છૂટેલા ડ્રાયવરની શોધખોળ આદરી છે.

- text