રાજકોટ ટ્રાફિક પોલીસના છબરડા યથાવત, મોરબીના વધુ બે બાઇકચાલકને ખોટો મેમો ફટકાર્યો

- text


છેલ્લા એક અઠવાડિયામાં સાતથી આઠ લોકોને ખોટા ઇ-મેમો આવ્યા

મોરબી : રાજકોટ ટ્રાફિક પોલીસની ઇ-મેમો ફટકારવામાં ગંભીર ભૂલોના કારણે મોરબીથી રાજકોટ વાહન લઈને ગયા ન હોય એવા લોકોને વાહનોના ખોટા મેમો આવ્યા છે. જેમાં વધુ બે બાઇકચાલક રાજકોટ ટ્રાફિક પોલીસના ગંભીર છબરડાનો ભોગ બન્યા છે. આવી રીતે છેલ્લા એક અઠવાડિયામાં મોરબીના સાતથી આઠ લોકોને ખોટા ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે. આથી, રાજકોટ વાહન લઈને ન ગયા હોવા છતાં ખોટી રીતે ઇ-મેમોં આવતા મોરબીના લોકો મુંઝવણમાં મુકાય ગયા છે.

રાજકોટ ટ્રાફિક પોલીસની ગંભીર ભુલોના યથાવત રહેતા મોરબીના લોકોને ખોટી રીતે ઇ-મેમો આવ્યા છે. ખાસ કરીને વાહન નંબર ભળતા હોવાને કારણે ખોટી રીતે ઇ-મેમો આવ્યા છે. જેમાં મોરબીની નાની બજારમાં આવેલી ચૌહાણ શેરીમાં રહેતા જીજ્ઞેશભાઈ નટવરલાલ રાઠોડને તેમના બાઇકનો ખોટો ઇ મેમો ફટકાર્યો છે. જો કે ઇ મેમો જે બાઇકનો ફોટો છે. તે જુદો છે. તે ફોટો જીજ્ઞેશભાઈના બાઈકનો નથી. તેવો રાજકોટ ગયા ન હોવા છતાં ભળતા બાઇક નબરના કારણે તેમને રાજકોટ ટ્રાફિક પોલીસે ખોટી મેમો ફટકાર્યો છે. આવી જ રીતે મોરબીના વણકરવાસમાં રહેતા પ્રવીણભાઈ કાળાભાઈ સાંવરિયાને પણ તેમના બાઈકનો ખોટો ઇ મેમો આવ્યો છે. ઇ મેમોમાં ટ્રાફિકનો ભંગ કર્યો હોય તે બાઇક નંબર પણ અલગ છે અને પ્રવીણભાઈના બાઇક નંબર પણ જુદા છે. તેમનું બાઇક ન હોવા છતાં ખોટો મેમો આવ્યો છે.

- text

જો કે રાજકોટ ટ્રાફિક પોલીસ છબરડા કરવામાં માહેર રહી છે. જેના કારણે મોરબીના લોકો રાજકોટ વાહન લઈને ગયા ન હોય છતાં પણ તેમ બે ખોટા ઇ મેમો ફટકારવામાં આવ્યા છે. રાજકોટ ટ્રાફિક પોલીસની ગંભીર ભુલોના કારણે છેલ્લા એક અઠવાડિયામાં મોરબીના સાતથી આઠ લોકોને ખોટા ઇ મેમો આવ્યા છે. જેથી, વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં બાઇક નબરમાં ભૂલો હોય અને રાજકોટમાં ટ્રાફિકનો ભંગ કરનાર ત્યનો બાઇક ચાલક હોય છતાં ગંભીર ભૂલોને કારણે મોરબીથી રાજકોટ ન ગયા હોય તેવા વાહનોના માલિકોને ખોટા ઇ મેમો આવતા ભારે દોડાદોડી થઈ પડે છે. જો કે મેમોમાં જે નંબર આપેલા છે, એ નંબર પણ લાગતા નથી. ખોટા મેમોથી વગર વાંકે મોરબીના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આથી, આ મામલે જવાબદાર તંત્ર યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઉઠી છે.

- text