ઊંચી માંડલ પાસે કારખાનામાં ચોથા માળેથી પડી જતા મજૂરનું મોત

- text


મોરબી : મોરબીના ઊંચી માંડલ ગામ નજીક આવેલા એક સીરામીક કારખાનામાં ક્વાટરના ચોથા માળેથી પડતા મજૂરનું મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગત મુજબ આજે ઊંચી માંડલ ગામ પાસે આવેલ સ્કોટલેન્ડ સેનેટરી કારખાનાના લેબર ક્વાટરમાં 22 વર્ષીય રાજેશ મોહનભાઇ બેરવાઠાકર નામનો પરપ્રાંતીય મજૂર અજાણ્યા કારણોસર ચોથા માળેથી પડી જતાં તેનું ઘંટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.

- text