મોરબી : સીરામીક સ્ટાન્ડર્ડ મીડિયાના ફાઉન્ડર નીરજ જીવાણી ભારત-અફઘાનિસ્તાન બિઝનેસ સમિટમાં જોડાયા

- text


મોરબી : સીરામીક સ્ટાન્ડર્ડ મીડિયાના ફાઉન્ડર નીરજ જીવાણી મુંબઈ ખાતે અફઘાનિસ્તાન કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત ભારત અફઘાનિસ્તાન કનેક્ટ-2020 ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

અફઘાનિસ્તાનના કોન્સ્યુલેટ જનરલ નસીમ શરીફી તથા યુ.એસ.એ.આઇ.ડી અને ભારતીય ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ દ્વારા આયોજિત ભારત અફઘાનિસ્તાન બિઝનેસ સમીટનું આયોજન થયું હતું. આ ઈવેન્ટમાં સીરામિક્સ સ્ટાન્ડર્ડના ફાઉન્ડર નિરાજ જીવાણીએ મોરબી સીરામિક્સ ઇન્ડસ્ટ્રીના એક્સપોર્ટની તકોની માહિતી માટે ભાગ લીધો હતો.

- text

અફઘાનિસ્તાનના કોન્સ્યુલેટ એટેચ અબ્દુલ સરવારીના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે આયાત-નિકાસ વેપાર ખૂબ સારા પ્રમાણમાં છે. અને આવનારા સમયમાં ઐતિહાસિક ચાબહાર બંદરના ડેવલોપમેન્ટ બાદ બંને દેશો વચ્ચે વેપાર સંબંધો ખૂબ મજબૂત થશે અને આગામી સમયમાં બંને દેશો વચ્ચેના વ્યાપાર 2 અજબ ડોલર થઈ શકશે, તેવો લક્ષ્યાંક રખાયો છે.

આ તકે બંને દેશોની સંસ્થાઓ દ્વારા ભારત-અફઘાનિસ્તાન બિઝનેસ સોસાયટીની રચના કરાઇ હતી. જેમાં સીરામિક્સ સ્ટાન્ડર્ડના પ્રતિનીધિ નીરજ જીવાણીએ આ ઇવેન્ટમાં મોરબી સીરામિક્સ ઇન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટ માર્કેટ અને ગ્લોબલ માર્કેટમાં મોરબી સીરામિક્સ પ્રોડક્ટના વેપાર વિશે માહિતી રજૂ કરી હતી.

- text